સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ અને એકતાનો માહોલ જોવા મળ્યો છે. બાર એસોસિયેશનની આ નિમણૂક બારની એકતા, સંગઠનશક્તિ અને વકીલ સમાજની સામૂહિક સમજદારીનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.તાજેતરમાં યોજાયેલી બેઠક દરમિયાન કોઈપણ પ્રકારના વાદવિવાદ વગર સર્વસંમતિથી નવી કારોબારી રચાઈ હતી