ભુજ: ભુજમાં પત્નીએ પતિને લાકડીથી માર મારતાં ઇજા
Bhuj, Kutch | Sep 23, 2025 ભુજમાં પત્નીએ પતિને માર મારતાં પતિને ઇજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇન્ડિયન ગેસ એજન્સીની બાજુમાં રહેતા મહેશ તુલસીભાઇ વાસપોડા (ઉ.વ.૪૦) તા.૨૨નાં ૧૧ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો, ત્યારે પત્નીએ લાકડી વડે માર મારતાં મોઢા પર ઈજા થઈ હતી. તેથી સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો