માંડવી: કીમ નદી ખાતે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી.
Mandvi, Surat | Oct 27, 2025 શ્રદ્ધા અને ભક્તિનો પર્વ એટલે છઠ પૂજા. વરસાદી માહોલ વચ્ચે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરી સુરત શહેરમાં વસતાં લાખો ઉત્તર ભારતીયોએ છઠ પૂજાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. દર વર્ષે સુરત મહાનગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા છઠ પૂજા માટે સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વિશેષ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આવેલા કમોસમી વરસાદને પગલે છઠ પૂજાનું આયોજન નહેર સહિત અન્ય સ્થળોએ કરાયું હતું.