માણાવદર શહેરની મુસ્લિમ સગીરાના અપહરણના કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ચાર માસ અગાઉ નોંધાયેલી અપહરણની ફરિયાદ બાદ પણ સગીરા મળી ન આવતા પરિવારજનોએ પોલીસની ઢીલી નીતિ અંગે આક્ષેપ કર્યા હતા. મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણના સહયોગથી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટની સુનાવણી બાદ જિલ્લા પોલીસ વડાને સગીરાને શોધી કાઢવા કડક આદેશ આપવામાં આવ્યો છે.