વાવ: સરહદી પંથકના ખેતરોમાં હજુ પડ્યા છે વરસાદી પાણી...
ધરણીધર સુઈગામ ભાભર વાવના ગામડાઓમાં એક મહિના અગાઉ આવેલ ભારે પૂરને લઈને તબાહી મચાવી હતી.જોકે પૂર આવ્યાને એક મહિનો થયો છતાં હજુ સરહદી પંથકના ખેતરોમાં વરસાદી પાણી પડ્યા છે.ચોમાસામાં ખેડૂતોએ વાવણી કરેલ ચોમાસું પાક નષ્ટ થયો છે જ્યારે બીજી બાજુ સરહદી પંથકમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી સતત પડી રહેલા પાણીથી ક્ષાર ઉપર આવ્યો છે.જેથી ખેડૂતોના ખેતરો બંજર બની રહ્યા છે.સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારે ચોમાસુ સિઝન ફેલ ગઈ છે અને શિયાળુ સિઝન પણ લેવાશે નહીં .