માણસા: માણસા આનંદી માઁના વડલે ગાંધીનગર જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઇ
માણસા આનંદી માઁના વડલે ગાંધીનગર જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદની યોજાઇ હતી. જેમાં આવનાર સમયમાં સંગઠનને ગુણાત્મક કાર્યાન્વિત કરવાની કલ્પના અને કાર્યકર્તાઓની સક્રિયતા વધારવા તેમજ પ્રખંડને ગ્રામ્ય વસ્તી એકમ ઉપર સમાજની જાગ્રત શક્તિને કાર્યમાં જોડવાના હેતુ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના રાજુભાઇ ઠાકર, સતિષભાઈ ભટ્ટ, ગણપતસિંહ વાઘેલા, ઘનશ્યામભાઇ રાજગોર હાજર રહ્યા હતા.