ઝાલોદ: લીમડી ખાતે નવીન આંગણવાડીના નિર્માણ માટે સર્વે કામગીરી શરૂ કરાઈ
Jhalod, Dahod | Nov 3, 2025 આજે તારીખ 03/11/2025 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં લીમડી ગામમાં હાલની જર્જરીત આંગણવાડી ઇમારતની સ્થિતિને ધ્યાનમાં રાખી નવી આંગણવાડી બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.ગામમાં બાળકોના આરોગ્ય, શિક્ષણ અને પોષણ માટે અગત્યની એવી આંગણવાડી સુવિધા વધુ સુદ્રઢ બને તે માટે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ પર સર્વે કરાયો.હાલની જર્જરીત ઇમારતની સ્થિતિનું નિરીક્ષણ કરી નવી ઇમારત માટે સર્વે કરાયું.