રાણપુર: શહેરમાં તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ, રોડ ઉપરના 157 ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવાયુ
Ranpur, Botad | Mar 18, 2025 બોટાદ જિલ્લાના રાણપુર શહેરમા આજરોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ.રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રોડ ઉપર ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવામા આવ્યા આ બંને રોડ ઉપરથી 157 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા.તંત્ર દ્વારા દબાણ કર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરી લેવા માટે નોટીસો આપવામાં આવી હતી તેમ છતા દબાણ કર્તાઓ દ્વારા દબાણ હટાવવામાં નહી આવતા આખરે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામા આવ્યુ