તળાજા: તળાજામાં મહાવીર જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, શહેરમાં ધાર્મિક માહોલ
તળાજા શહેરમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો. આ શોભાયાત્રામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તો દ્વારા સુંદર રીતે સજાવટ કરાયેલા રથમાં ભગવાન મહાવીરની મૂર્તિ વિહાર કરાવવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ