પ્રાંતિજ: પ્રાંતિજમાં બે બાઈકની ચોરી યોગેશ્વર અને ગ્રીનપાર્ક સોસાયટીમાંથી રાત્રિના સમયે બનાવ, પોલીસ તપાસ શરૂ
પ્રાંતિજમાં બે બાઈકની ચોરી:યોગેશ્વર અને ગ્રીનપાર્ક સોસાયટીમાંથી રાત્રિના સમયે બનાવ, પોલીસ તપાસ શરૂ પ્રાંતિજમાંથી રાત્રીના સમયે બે બાઇકની ચોરી થઈ હોવાના બનાવો સામે આવ્યા છે. યોગેશ્વર સોસાયટી અને ગ્રીનપાર્ક-૧ સોસાયટીમાંથી ઘર આગળ પાર્ક કરેલા બાઇક ચોરાઈ ગયા હતા. આ અંગે બાઇક માલિકો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે