દેવગઢબારીયા: દાહોદમાં 2 તાલુકા જાહેરાત બાદ દેવગઢ બારીયા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી દેવગઢ બારીયા જીલ્લાનો દરજાની માંગ કરાઈ
આજે તારીખ 26/09/2025 શુક્રવારના રોજ બપોરે 3 કલાકે દેવગઢ બારીયા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતોના સરપંચો તમામ ભેગા મળી કરાઈ રજુઆત.દેવગઢ બારીયાને જીલ્લો જાહેર કરવા માંગ કરાઈ.દેવગઢ બારીયાના ઉધાવળા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મુસાભાઈ કમાલવાળાએ જણાવ્યું કે, દેવગઢ બારીયા નગર એક રાજા રજવાડા વખતોનું પંચમહાલનું પેરિસ સ્ટેટ ગણાતું આવ્યું છે. અને દેવગઢ બારીયા ખાતે ડી.આર. એલ. જમીન રેકર્ડ ઓફિસ , પાણી પુરવઠા જેવી ઓફિસો વર્ષોથી ચાલતી આવતી હતી.