સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર રામકુંડ ગામે સરકારી ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણ| હટાવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 60 વીઘા જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન, ગૌચર જમીન પર બાંધવામાં આવેલા બે મકાનોને બુલડોઝર અને જેસીબી મશીનરીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ રીતે સમગ્ર વિસ્તારને દબાણમુક્ત કરવામાં આવ્યો.