ભુજમાં ચોરાયેલા રૂા. 12.17 લાખના દાગીના પરત મેળવાયા ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડયા બાદ અમુક દાગીના પરત મેળવાયા હતા, જ્યારે બાકીના ઘરેણાંની કબૂલાત આપતાં તે પણ રિકવર કરાયા હતા. આ મામલે પોલીસે આપેલી વિગતો મુજબ, આરોપી હીરા રમેશ વડેચા (દેવીપૂજક), ભરત કમલેશ દેવીપૂજક અને બાબુ ઉર્ફે બબુ કેશાભાઈ કુવરિયાએ ગત ઓક્ટોબર-2025માં રૂા. 12,17,250ના ઘરેણાની ચોરી કરી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપીઓ