વાવ: બાલુંત્રી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ થતા મામલતદાર કચેરી ધામા નાખી કચેરી આગળ ગરબે રમ્યા..
વાવ તાલુકાના બાલુંત્રી ગામના લોકો વરસાદી પાણીથી ત્રાહિમામ થતા આખરે વાવ મામલતદાર કચેરી આગળ ભૂખડતાલ પર ઉતર્યા છે ભૂખ હડતાલને લઈને મોડી રાત્રે ખેડૂતો કચેરી આગળ ગરબે રમવા લાગ્યા હતા ગામના લોકો રજૂઆત કરીને થાકી ગયા છતાં પાણીનો નિકાલ ના થતાં આખરે મામલતદાર કચેરી ખાતે ધરાણા પર ઉતર્યા છે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રહેશે તેવું ગામના ખેડૂતો જણાવ્યું હતું..