કપડવંજ: ,ત્રિવેદી પાર્ક પાસેથી ધોળા દિવસે ટેમ્પામાં મુકેલા 12.03 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ થઈ
મળતી વિગતો અનુસાર હિંમતનગરના વેપારી પોતાના ડ્રાઇવર સાથે ટેમ્પો લઈને કપડવંજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રિવેદી પાર્ક પાસે ટેમ્પાના ટાયરમાં પંચર પડ્યું હોવાનું માલુમ પડતાં ટેમ્પાનું લોક ખોલી જેક કાઢતા હતા. આ દરમિયાન વેપારીનું ધ્યાન ટેમ્પામાં મુકેલા થયેલા તરફ જતા 12.03 લાખ રોકડ ભરેલો થેલો જોવા મળ્યો ન હતો તપાસ દરમિયાન અજાણ્યા ઇસમો થેલો લુંટીને ફરાર થયા હોવાનું માલૂમ થયું હતું