આજે 16 ડિસેમ્બર ના રોજ સવારે 11 વાગે રણની કાંધીને અડીને આવેલા ભરડવા, રડોસણ અને મેઘપુરા ગામની શાળાઓમાં બે લાખ રૂપિયાથી વધુ કિંમતના રમતગમતના સાધનોનું વિતરણ કરાયું હતું. સરહદી વિસ્તારના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ જાગે, તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેઓ સ્વસ્થ રહે તે આ વિતરણનો મુખ્ય હેતુ છે.