ભાભર: ઉદયપુર પાસે માર્ગ અકસ્માત, ભાભર તાલુકાના મેરા, અબાસણા,ભીમબોરડી ગામોના ત્રણ યુવાનોના મોત ના સમાચારે અરેરાટી વ્યાપી
રાજસ્થાનના ઉદયપુર નજીક થયેલા એક માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ત્રણ યુવાનોના મોત થયા છે.મૃત્યુ પામેલા યુવાનોમાં મેરા ગામના ઠાકોર અરવિંદભાઈ વાલાજી, ભીમબોરડી ગામના ઠાકોર પ્રકાશભાઈ રમેશજી અને અબાસણા ગામના ઠાકોર વિક્રમભાઈ બળવંતજીનો સમાવેશ થાય છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં અન્ય એક યુવાન વિક્રમભાઈ હીરાજી ઘાયલ થયા છે. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આમ આ સમાચારે ભાભર પંથકમાં શોકનું મોજું