કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ મોબાઇલની દુકાનના તાળા તોડી રોકડ મોબાઈલ સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ગયા છે. જેમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જ્યારે ચોરી કરી એ આરોપી નહીં પાંચ આરોપી બસ સ્ટેશન રોડ ઉપર જતા હોય તેવા ફૂટેજ સામે આવ્યા છે જેને લઇ પોલીસે પણ વધુ તપાસા ધરી છે