નવસારી: મોટા બજારથી ટાટા સ્કૂલ રોડ સુધીના ખુલ્લા ગટરના ચેમ્બર મહાનગરપાલિકાએ કર્યા રિપેર
અહેવાલ બાદ નવસારી મહાનગરપાલિકા તંત્ર તત્પર બન્યું છે. મોટા બજારથી લઈને ટાટા સ્કૂલ રોડ સુધીના વિસ્તારમાં વરસાદી ગટરના ખુલ્લા ચેમ્બરોને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવ્યા છે. અગાઉ ખુલ્લા ચેમ્બરથી સ્થાનિક લોકોમાં અકસ્માતની ભીતિ વ્યાપી હતી, પરંતુ હવે તંત્રની કાર્યવાહી બાદ રાહતનો માહોલ સર્જાયો છે. સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકાના ઝડપી પ્રતિસાદનું સ્વાગત કર્યું છે.