જંબુસર: પીઆઇ કંપનીમાંથી કર્મચારીઓને છુટા કરી દેતા જંબુસર પ્રાંત કચેરી તેમજ મામલતદારને આવેદનપત્ર અપાયું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે આવેલી પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ કંપની માંથી એક સાથે 109 જેટલા કર્મચારીઓને છુટા કરી દેતા સારોદ ગામના સરપંચ તરફથી આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ મીટીંગ કરતા આંદોલન સમેટાઈ ગયું હતું ત્યારે કર્મચારીઓને લેવાનો વાયદો પૂરો નહીં થતા આજરોજ જંબુસર મામલતદાર તથા પ્રાંત કચેરી ખાતે કર્મચારીઓને પાછા લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવ