રાજકોટ પૂર્વ: રાજકોટ: શહેરના આલ્કા સોસાયટીમાં રહેણાક મકાનમાં લાગી ભીષણ આગ
રાજકોટમાં એક આગની ઘટના સામે આવી છે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા વાત કરવામાં આવે તો શહેરના અલ્કા સોસાયટીમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ત્યારે આગ લાગતા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા માં આવ્યો