મેંદરડા: ખોડલધામ કાગવડથી મા ખોડલનો રથ મેંદરડા તાલુકા સહિત મેંદરડાની વિવિધ શેરીઓમાં ભવ્ય રીતે પરીભ્રમણ કર્યો
ખોડલધામ કાગવડથી મા ખોડલનો રથ મેંદરડા તાલુકા સહિત મેંદરડાની વિવિધ શેરીઓમાં ભવ્ય રીતે પરીભ્રમણ કરી રહ્યો હતો. આ પાવન અવસરે નાની બાળાઓ તથા બહેનો દ્વારા માતાજીના સામૈયા કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી ખાતે, કૃષ્ણ નગર સોસાયટી, મેંદરડાની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર રંગોળીઓ બનાવવામાં આવી હતી. ત્યારબાદ મા ખોડલની મહાઆરતી કરવામાં આવી અને બહેનો દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું