ખેરાલુ APMC ખાતે ખેરાલુ વિધાનસભા સ્તરનું સ્નેહમિલન યોજાયું હતું. દીપ પ્રાગટ્યથી શરુઆત કરાયા બાદ હાજર રહેલા મહેમાનો જેવાકે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, દૂધ સાગર ડેરીના અશોકભાઈ ચૌધરી, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ખેરાલુ APMCના પુર્વ ચેરમેન ભીખાલાલ ચાચરીયા, હાલના ચેરમેન રામજીભાઈ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું.