વડોદરા: લાંછન પુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં વૃદ્ધ તણાતા લાપતા,ફાયરબ્રિગેડે શોધખોળ હાથધરી
વડોદરા : જિલ્લાના લાંછનપુરા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં વૃદ્ધ તણાઈ ગયા હોવાની ઘટના બની હતી.લાંછનપુરા ગામે રહેતા રાઠોડિયા છોટુભાઈ મેલાભાઈ બકરા ચરાવવા ગયા હતા અને ગરમી થતા ન્હાવા પડતા મહી નદીના પાણીમાં લાપતા બન્યા હતા.બનાવની જાણ થતાં ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.