નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ વિદ્યાર્થીઓના બુક રિફંડમાંથી 5 કરોડની ઉચાપત કરી, 7 સામે ફરિયાદ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ વિદ્યાર્થીઓ પાસેથી બુક્સ માટે લીધેલા એડવાન્સ રિફંડના 5 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. આરોપીએ પોતાના મિત્રો અને સંબંધીઓને વિદ્યાર્થીઓ તરીકે બતાવીને બે વર્ષમાં ટુકડે ટુકડે આ રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી...