ગોધરા: ગોધરામાં શ્રી મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી, શોભાયાત્રામાં ઉમટી પડ્યો જૈન સમાજ
ગોધરામાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી શાંતિનાથજી જૈન દેરાસરમાં વહેલી સવારથી પૂજા, અભિષેક અને પ્રવચન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. બાદમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી. શોભાયાત્રામાં સજાવટ કરેલા રથ, ધાર્મિક ઝાંખીઓ અને ભક્તિમય સંગીત આકર્ષણ રહ્યા. જૈન સમાજના સ્ત્રી-પુરુષો, યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા અને સમગ્ર શહેરમાં ભક્તિમય