સંજેલી: સંજેલીના પીછોડા ગામે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ ઉજવાયો
Sanjeli, Dahod | Nov 2, 2025 આજે તારીખ 02/11/2025 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, પીછોડા દ્વારા આયોજિત આ તુલસી વિવાહનો કાર્યક્રમ ભારતમાતા ભક્તિ મંદિર પીછોડા ખાતે ભક્તિભાવ અને આનંદના વાતાવરણમાં યોજાયો.સવારે મંગળ ધ્વનિ સાથે ભક્તોએ તુલસી માઈના દર્શન કરી આરતી ઉતારી હતી. નાની બાલિકાઓએ દેવ-દેવી રૂપ ધારણ કરીને પરંપરાગત રીતે વિવાહવિધિનું સુશોભન કર્યું હતું. ગામના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.