આજે શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ચાંદખેડામાં લાગેલી આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવ્યો હતો.જેમાં સ્પામાં આગ લાગવાની ઘટના ઘટી હતી.આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ છે.જ્યારે આગમાં કોઇ જાનહાની થવા પામી ન હતી.બીજા માળે આગ લાગી હતી અને ઉપર ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યુ હતુ.