કેશોદ: કેશોદમાં ઉન્નતી પેલેસ ફ્લેટ વેચાણ કૌભાંડ મામલે ફરાર આરોપી ને પોલીસે સુરત થી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
કેશોદના પીપળીયા નગરમાં આવેલ ઉન્નતી પેલેસના 103 નંબરના ફ્લેટને કુલ મુખ અત્યારના દરજ્જે હેતલ ઠોંબરે લુણાવાડા ગામના રામની નંદાણીયા નામની મહિલાને વેચાણ દસ્તાવેજથી વેચી નાખી દસ લાખની રકમ મેળવી લીધી હતી. જ્યારે ફ્લેટનો કબજો આપી દીધા બાદ ફરી ફ્લેટમાં કામ અધૂરું હોય તેને લઈ ચાવી મેળવી ફ્લેટ પરત નહીં આપતા કેશોદ પોલીસમાં હેતલ ઠુંમર તેમજ તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદની નોંધાઈ હતી. આ લેન્ડગ્લેમ ની ફરિયાદના આધારે હેતલ ઠુંમરની પોલીસે અટક કરી હતી.