જૂનાગઢ: તાલુકના માખીયાળા ગામની દિવ્યાંગ સંસ્થાની દીકરીઓને J.K. શાહ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી.
જૂનાગઢમાં J.K. શાહ CA ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં માખીયાળાની દિવ્યાંગ સંસ્થાની દીકરીઓને આમંત્રિત કરાઈ હતી. આ સંસ્થાની દિવ્યાંગ 55 દીકરીઓના હાથે આરતી ઉતારાઈ હતી. બાદમાં તમામ દિવ્યાંગ દીકરીઓએ J.K. શાહ CA ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને દિવ્યાંગ દીકરીઓને ચણિયાચોળી સહિતની વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી.