વાંસદા: ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી માટે સાંસદ ઘવલભાઈનું હાર્દિક આમંત્રણ
Bansda, Navsari | Nov 13, 2025 આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્યના પ્રેરણાસ્ત્રોત ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગે લોકલાડીલા પ્રજાવત્સલ સાંસદ ઘવલભાઈની ઉપસ્થિતિ રહેશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સ્થળ ગાંધી મેદાન રાખવામાં આવ્યું છે જ્યાં બપોરે 12 વાગ્યે કાર્યક્રમનો આરંભ થશે.