પાટણ કુણઘેર ચુડેલ માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા 351 ફૂટ સાડી તૈયાર કરી પૂજા અર્ચના સાથે હરિદ્વારમાં અર્પણ કરાઈ
Patan City, Patan | Sep 15, 2025
પાટણ કુણઘેર ચુડેલ માતા મંદિર ટ્રસ્ટ દ્વારા હરિદ્વારમાં સર્વાનંદ ઘાટ ખાતે માં ગંગા નદી માટે તૈયાર કરેલ 351 ફૂટની વિશેષ સાડીની પૂજા અર્ચના અને ગંગા આરતી બાદ ગંગા માતાને અર્પણ કરવાની વિધિ કરવામાં આવી હતી. જેમાં હર હર ગંગેનાં નાદ સાથે વહેતા નદીના પવિત્ર પ્રવાહમાં યુવકો અને ટ્રસ્ટીઓ ઊતરી ભક્તિસભર ભાવમાં સાડી અર્પણ કરાઈ હતી. તો આ ધાર્મિક કાર્યક્રમમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ઘાટ ઉપર મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ધન્યતા અનુભવી હતી..