વડોદરા: અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને પીછો કરતા અક્ષરચોક ખાતે કાર પલ્ટી મારી ગઈ
વડોદરા : તહેવારો દરમિયાન અકસ્માતના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.વીતેલા કેટલાક દિવસોમાં બેથી વધુ લોકોના અકસ્માતને કારણે મોત થયા છે,તેવા મધરાત્રીએ નશાની હાલતમાં કાર હાંકી અકસ્માત સર્જીને ફરાર થયેલા એક કાર ચાલકને પીછો કરીને લોકોએ પકડતા અક્ષરચોક પાસે કાર પલ્ટી મારી ગઈ હતી.બનાવને પગલે લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો.જ્યારે ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.