અજાબ–કરેણી રોડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો. અજાબના સરપંચ મગનભાઈ અઘેરાની રજૂઆત બાદ ધારાસભ્ય દેવાભાઈ માલમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી પાંચ કરોડની રકમ મંજૂર કરાવી હતી. આજે ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે રોડના કામનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદિપસિંહ સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.