રાજકોટ પૂર્વ: નબીરાઓને પોલીસનો ડર રહ્યો નથી. નંબર પ્લેટ વગર અને બ્લેક ફિલ્મવાળી ગાડીઓથી રોડ બ્લોક કરી રિલ્સ બનાવી
એક તરફ, રાજકોટ પોલીસ હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને દંડ ફટકારી રહી છે. કાયદાનું પાલન કરાવવા માટે પોલીસ સક્રિય છે અને કડક કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે,રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર નંબર પ્લેટ વગરની અને કાળા કાચ બ્લેક ફિલ્મવાળી ગાડીઓનો કાફલો દેખાઈ રહ્યો છે. આ ગાડીઓએ રસ્તો બ્લોક કરીને વીડિયો શૂટ કર્યો હતો, જાણે તેમને પોલીસનો કોઈ ડર જ ન હોય. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે