મહેસાણાની શાળાની પહેલ દફતરનો ભાર ઓછો કરવા ઇનોવેટિવ બેગ બનાવી અને બાળકોને વિનામૂલ્ય આપી
Mahesana City, Mahesana | Sep 15, 2025
બાળકોમાં ઓર્થોપેડિક સમસ્યાઓ ઝડપથી વધી રહી છે ભારે સ્કૂલબેગને કારણે સમયસર ધ્યાન ન આપે તો બાળકોના શરીર પર ગંભીર અસર થતી હોય છે મહેસાણા શહેરની એક્ઝોટીકા અક્ષર વિદ્યા મંદિરમાં નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના 1800 વિદ્યાર્થીઓના ધોરણ પ્રમાણે બેગ બનાવીને બાળકોને આપીને બાળકોના ખભા ઉપરનો ભાર હળવો કરવાનો સફળ પ્રેરણાદાયક પ્રયાસ કરાયો.