વડોદરા પશ્ચિમ: જોજો તમને પણ આ ભેજાબાજ ચૂનો ના ચોપડી જાય:નકલી અધિકારી એ મચાવ્યો હાહાકાર
રાવપુરા વિસ્તારમાં નકલી પોલીસ બની ફરતો શખ્સ અસલી પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ગઇકાલે સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે આ શખ્સની અટકાયત કરી હતી. તેનું નામ ઘનશ્યામ ભાણજીભાઈ સંઘાણી (રહે- નતાશા પાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, મૂળ મોરબી) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી વિવિધ સંસ્થાઓના આઈકાર્ડ મળી આવ્યા હતા.