સીંગવડ: ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પતંગડી પીએચસી ખાતે તપાસ કેમ્પ યોજાયો
Singvad, Dahod | Nov 27, 2025 આજે તારીખ 27/11/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના પતંગડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીની વહેલી ઓળખ માટે વિશેષ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ દરમિયાન ટીબીના જોખમ ધરાવતા કુલ 111 લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. કેમ્પનો હેતુ ગામડાં વિસ્તારમાં રહેલા જોખમવર્ગના લોકોમાં ટીબીની સમયસર ઓળખ અને યોગ્ય સારવારને સુનિશ્ચિત કરવાનું રહ્યું.