વડાલી: ડોભાળા ચોકડી નજીક પીકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત થયો.બાઈક ચાલક સહિત બે દીકરીઓને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
વડાલી તાલુકાના ડોભાળા ચોકડી નજીક આજે 10 વાગે પીકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત થયો બાઇક ઉપર બાઈક ચાલક સહિત બે નાની દીકરીઓ બેઠેલી હતી. અકસ્માત થતાં ત્રણેને નાની મોટી ઇજાઓ થતા સ્થાનિક સરપંચ અને લોકોએ વડાલી સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા.ડોભાડા ચોકડી પર બમ્પ બનાવવા સરપંચે માંગ કરી.