વડોદરા: એરપોર્ટ પર પ્રવેશબંધી ફરમાવતા રીક્ષા ચાલકોનો વિરોધ,નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો
વડોદરા : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે.એરપોર્ટમાં ત્રણ પૈડાંના વાહનો એટલે કે ઓટો રીક્ષાની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જેથી એરપોર્ટ ઉપર વર્ષોથી ધંધો કરતા ઓટો રીક્ષા ચાલકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.વાહન પાર્કિંગ માટેના બીજી નવેમ્બરથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઓટો રીક્ષા ચાલક દ્વારા વિરોધ કરી પ્રવેશવાના પ્રતિબંધને ગેરવ્યાજબી ગણાવ્યો હતો.