જૂનાગઢ: એસપી કચેરી ખાતે નવરાત્રી આયોજકો સાથે જિલ્લા પોલીસ વડાની બેઠક, જુદા જુદા મુદ્દા પર કરાયું સૂચન
જુનાગઢમાં નવરાત્રિની તૈયારીઓ તેજ — જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની આયોજકો સાથે બેઠક. ગરબા પ્લોટમાં અંદર અને બહાર CCTV લગાવવાની સૂચના, ટ્રાફિક માટે વોલન્ટિયર્સ રાખવા અપિલ. મહિલાઓની સલામતી માટે સી ટીમ ખાનગી પહેરવેશમાં ફરજ બજાવશે. ડ્રગ્સ અને સાયબર જાગૃતિ કાર્યક્રમો પણ થશે આયોજિત. નવરાત્રીમાં રાત્રે લારી ગલ્લાઓ ખુલ્લા રહેશે, પરંતુ નિયમોનું પાલન જરૂરી — જિલ્લા પોલીસ વડાની અપીલ.