દિયોદર: પાલડી ચાર રસ્તા પાસે ટ્રકની અડફેટે યુવાન ઘવાયાઓ 108 મારફત સારવાર અર્થે ખસેડાયો
દિયોદર તાલુકાના પાલડી ચાર રસ્તા પાસે સાંજે એક ટ્રકની અડફેટે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં ઘયાલ યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતમાં દિયોદર તાલુકાના ગોલવી નવા ગામના રહેવાસી રાજપૂત વિક્રમભાઈ કાજાભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પરિવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં જોવા ઉમટ્યા હતા