વલસાડ: નવસારી બાદ વલસાડના કોસંબા ગામ નજીક દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 11:00 કલાકે સ્થાનિકોએ આપેલી વિગત મુજબ વલસાડના કોસંબા ગામ નજીક દરિયા કિનારે કન્ટેનર તણાઈ આવ્યું નવસારીમાં બે જેટલા કન્ટેનર તણાઈ આવ્યા બાદ વલસાડના કોસંબા ગામના દરિયા કિનારે પણ એક કન્ટેનર તણાઈ આવ્યું છે. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસ અને લાગતા વળગતા તંત્રને કરી હતી.વલસાડ સહિત નવસારીના દાંડી દરિયા કિનારે પણ બે જેટલા કન્ટેનર આ પ્રકારના તણાઈ આવ્યા છે.