ગોધરા તાલુકાના મોટી કાંટડી પેટે ધામણી ગામ પાસે ટ્રકની અડફેટે બાઈકચાલક યુવાનનું કરૂણ મોત થયું હતું. આઇડિયા ગામે રહેતા 30 વર્ષીય વિજયભાઈ ચૌહાણ ઉદલપુરથી વેપાર કરીને બાઈક પર ઘરે આવી રહ્યો હતો ત્યારે સર્વોદય હોટેલ નજીક ટ્રકચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવાન રોડ પર પડ્યો અને ટ્રકના વ્હીલ ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.