જૂનાગઢ: ધારાસભ્ય સંજય કોરડીયા ને જાનથી મારી નાખવાની ધમકી આપી,₹ 35 લાખની ખંડણી માંગતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ને ધમકી મળી છે. જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વ્હોટસએપ ઉપર અપ શબ્દોના મેસેજ કર્યા હતા. ધારાસભ્ય પાસે ખંડણી માંગવામાં આવી. પ્રથમ 30 લાખ અને બાદમાં 5 લાખની માંગણી કરવામાં આવી. સમગ્ર બનાવને લઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે.