બીલીમોરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુના મુજબ SBI ની પાછળ આવેલી શિવકૃપા સોસાયટીમાં અજાણ્યા ચોરે ઘરમાં ઘૂસીને મોટાપાયે ચોરી અંજામ આપી હતી. ફરીયાદી જીતેન્દ્ર નટુભાઈ પટેલના ઘરે કબાટ તોડી ચોરે આશરે ₹2.82 લાખનો મુદ્દામાલ — જેમાં 2 તોલાનું મંગળસૂત્ર, 1 તોલાનું બીજું મંગળસૂત્ર, 1 તોલાનું સોનાનું લૂઝ તથા ₹2,000 રોકડ — બનાવી લઇ ગયો હતો.