રાજકોટ પૂર્વ: રાજકોટ: દિવાળીના તહેવારમાં તસ્કરોએ કરી કળા
રાજકોટ શહેરમાં લૂંટફાટ ચોરી જેવી અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે શહેરમાં દિવાળી ટાણે જ તસ્કરો નો ત્રાસ સામે આવ્યો છે શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યો બજારમાં ખરીદી કરવા ગયા ને પાછળથી તસ્કરો રોકડ અને સોનુ મળી કુલ 29,50,000 રકમનો મુદામાલ લઈ ફરાર થયા સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે