જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા ને લઈ વસ્ત્રાપથેશ્વર ની જગ્યામાં સાધુ-સંતો,ઉતારા મંડળ અને હિંદુ સંગઠનોની બેઠક મળી
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા ને લઈ સાધુ સંતોની બેઠક યોજાઈ હતી.વસ્ત્રા પથેશ્વર ની જગ્યામાં સાધુ સંતો ઉતારા મંડળ અને હિન્દુ સંગઠનોની બેઠક મળી હતી.પરિક્રમામાં આવતા લાખો યાત્રીકો ને અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે બેઠકમાં ચર્ચાઓ કરાઈ હતી.બેઠકમાં થયેલ ચર્ચાઓને લઈ આવનાર દિવસોમાં કલેકટરને રજૂઆત કરાશે.