કેશોદ તાલુકાના કેવદ્રા ગામે ગ્રામ પંચાયત કેવદ્રા દ્રારા ગામ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે જાગૃતિ દર્શાવી હતી. વિનય મંદિર હાઇસ્કુલ ખાતેથી સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ મુખ્ય માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.