ભુજ: અજરખપુર પાસે રસ્તો ઓળંગતા બાળકનું સ્કોર્પિયોની ટક્કરથી મોત
Bhuj, Kutch | Sep 23, 2025 તાલુકાના અજરખપુર પાટિયા પાસે માર્ગ પરથી પસાર થતાં મજીત જાનમામદ સંગાર (ઉ.વ. 12) નામના બાળકને સ્કોર્પિયોના ચાલકે હડફેટે લેતાં ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર અજરખપુર પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલા મજીતને સ્કોર્પિયો નં. જીજે 12 એફબી 8788વાળીના ચાલકે પૂરઝડપે વાહન હંકારી ટક્કર મારી હતી, જેમાં તેને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહો